પૂર્વ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અટલ બિહારી વાજપેયીની આજે 95મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડા
પ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનઉના લોકભવનમાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું
અનાવરણ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને ભાજપ આજે દેશના ઘણા ભાગોમાં કાર્યક્રમોનું
આયોજન પણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનઉના લોકભવનમાં
અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરશે. અટલ બિહારી વાજપેયી 5 વાર લખનઉથી
સાંસદ રહ્યા હતા, યોગી સરકારે આ મૂર્તિ સ્થાપવાની જાહેરાત કરી હતી.
આ સાથે પીએમ મોદી આજે અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનો પાયો નાખશે.
નાગરિકતા સુધારા કાયદા સામે લખનઉમાં ઘણો વિરોધ થયો
હતો, જેને કારણે આજે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આજે કેન્દ્ર સરકાર અટલ ભૂગર્ભ જળ યોજના પણ શરૂ કરવા
જઈ રહી છે. આ યોજના દિલ્હીમાં શરૂ કરવામાં આવશે, આ યોજનાને મંગળવારે કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંજૂરી આપવામાં આવી હતી.
6000 કરોડની આ યોજનામાંથી 8350 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે.
બુધવારે સવારે ભાજપના ઘણા મોટા નેતાઓ અટલ સ્થળે પહોંચશે અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપશે. પીએમ મોદી, અમિત શાહ સહિત અન્ય નેતાઓ દિલ્હીના અટલ સ્થળે પહોંચશે. આ પેહલા વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર એક વિડિયો શેર કરી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી ભુતપૂર્વ પ્રધાનમંત્રીને નમન કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.