બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એરંડાના પાનનો ચારો ચરવાથી 5 ગાયના મોત નિપજતા પશુપાલક પર આભ ફાટી પડ્યું છે.

મળતી માહિતી અનુસારબનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવના બુકણા ગામે 5 ગાયના મોત થયા છે. બુકણા ગામે ગૌશાળામાં રાખેલી 20 ગાયો એરંડાના પાનનો ચારો ચરી લેતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બનાવના પગલે સ્થાનિકો તેમજ વેટનરી તબીબ દ્વારા 15 જેટલી ગાયને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવામાં આવી છે. જોકેઆ ઘટનામાં સદનસીબે 20 પૈકી 5 ગાયના મોત નિપજ્યાં હતા. તો બીજી તરફએક સાથે જ 5 ગાયના મોત નિપજતા પશુપાલક પર આભ ફાટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેએરંડાના પાનમાં રહેલું રાઇસીન નામનું ઝેર લોહીમાં ભળી જવાથી 5 પશુના મોત થયા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું.