બનાસકાંઠા : પ્રેમિકાને રાત્રે મળવા ગયેલાં પ્રેમીને ગામલોકોએ ઝડપી પાડયો, જુઓ પછી કેવા કર્યા હાલ

New Update
બનાસકાંઠા : પ્રેમિકાને રાત્રે મળવા ગયેલાં પ્રેમીને ગામલોકોએ ઝડપી પાડયો, જુઓ પછી કેવા કર્યા હાલ

વલસાડમાં પરણિત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું સાતમા માળેથી નીચે પટકાવાના કારણે મોત થયું હોવાની ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલાં પ્રેમીનું ગામલોકોએ મુંડન કરી નાંખ્યું હોવાનો વિડીયો વાયરલ થઇ રહયો છે…

ઉત્તર ગુજરાતમાં પ્રેમિકાઓને મળવા આવતાં પ્રેમીઓને ઝડપી પાડી ગામલોકો જ તાલીબાની સજા આપતાં હોય છે. આવી તાલીબાની સજાનો ભોગ થરાદનો એક યુવાન બન્યો છે. આ યુવાન તેની પ્રેમિકાને મળવા માટે રાત્રિના સમયે પ્રેમિકાના ગામમાં પહોંચ્યો હતો. આ યુવાનને ગામલોકો જોઇ જતાં તેનો ઘેરો ઘાલ્યો હતો. ગામલોકો વચ્ચે ફસાઇ ગયેલો યુવાન ભાગી શકે તેવી પણ સ્થિતિમાં રહયો ન હતો. આખરે ગામલોકોને તેનું મુંડન કરી વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. આ વિડીયો ઘોડાસર ગામનો હોવાનું કહેવામાં આવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વલસાડના વાપીમાં પણ પરણિત પ્રેમિકાને મળવા ગયેલાં પ્રેમીએ પરણિતાનો પતિ આવી જતાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હોવાનો કિસ્સો બન્યો હતો. આ કિસ્સામાં પ્રેમીને ધકકો મારી ફેકી દેવામાં આવ્યો કે તે જાતે કુદી ગયો તે તપાસનો વિષય બન્યો છે. આમ થોડા દિવસના અંતરમાં બનેલા બંને કિસ્સાઓ પ્રેમીઓ માટે લાલબત્તી સમાન છે

Latest Stories