/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-203.jpg)
પાલનપુરના તીનબત્તી વિસ્તારમાં વીજ મીટર બદલવા માટે ગયેલા વીજકંપનીના કર્મચારીને નશામાં ધુત યુવાને જાહેરમાં માર માર્યો હોવાનો વીડીયો પંથકમાં વાઇરલ થઇ રહયો છે. વીડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે તિન બત્તી વિસ્તારમાં વીજ કંપનીના મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલ વીજકર્મીને દારૂના નશામાં ચૂર એક શખ્સે લાકડીના સપાટા મારી ભરબજારે જાહેરમાં દોડાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને સ્થળ ઉપર હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં વિડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધા પરમાર જૂના મીટર બદલી ડીસ્પ્લેવાળા નવા મીટરના રિપ્લેસમેન્ટના કામ અર્થે ગયા હતા. તિન બત્તી વિસ્તારમાં આવેલ ચીન્ટુ મોદી નામના વ્યક્તિના ઘરે પહોચતા દારૂ પીધેલી હાલતમાં તેણે વીજ કર્મીને અપશબ્દો બોલી લાકડી વડે ફટકાર્યો હતો. એટલું જ નહીં પરંતુ વીજકર્મીને ભરબજારે જાહેરમાં દોડાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વીજકર્મીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.