બૈરૂત :બંદરગાહના ગોડાઉનમાં રાખેલાં 2,750 ટન એમોનિયમ નાઇટ્રેટમાં વિસ્ફોટ, 70થી વધુ લોકોના મોત

New Update
બૈરૂત :બંદરગાહના ગોડાઉનમાં રાખેલાં 2,750 ટન એમોનિયમ નાઇટ્રેટમાં વિસ્ફોટ, 70થી વધુ લોકોના મોત

લેબેનોનની રાજધાની બેરુતમાં 15 મિનિટમાં રહસ્યમયી 2 ભીષણ વિસ્ફોટ થયા હતાં. એક બ્લાસ્ટ પોર્ટ પર અને બીજો શહેરમાં થયો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ આખા શહેરમાં અને 200 કિમી દૂર સુધી સંભળાયો હતો.

લૅબનોનની રાજધાની બેરુતમાં 15 મિનિટમાં રહસ્યમયી 2 ભીષણ વિસ્ફોટ થયા હતાં. એક બ્લાસ્ટ પોર્ટ પર અને બીજો શહેરમાં થયો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ આખા શહેરમાં અને 200 કિમી દૂર સુધી સંભળાયો હતો.

પશ્ચિમ એશિયામાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વી કાંઠે આવેલ લેબનોન દેશ પહેલાથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આર્થિક સંકટ અને કોરોનાની મહામારી વચ્ચે વધુ એક મુશ્કેલી વિસ્ફોટ બાદ સર્જાઈ છે.  લેબનોનની રાજધાની બેરુતમાં બે પ્રચંડ વિસ્ફોટથી બધુ તહસનહસ થઈ ગયું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે 200 કિમી દૂર તેની અસર વર્તાઇ હતી. વિસ્ફોટ સ્થળે પળવારમાં બધુ તબાહ થઈ ગયું હતું. મકાનો, દુકાનો અને ઇમારતો ધરાશાયી થઈ ગયા હતા. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે હિરોશીમા પર થયેલ પરમાણુ વિસ્ફોટના ત્રીજા ભાગ બરાબર લેબનના પીએમ હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે ગોડાઉનમાં ભારે વિસ્ફોટક સામગ્રી સ્ટોર કરાઈ હતી. જ્યાં આ ધડાકો થયો હતો. રાષ્ટ્રપતિ માઈકલ ઈયોને ટ્વીટ કરી કહ્યુ હતું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી કે 2750 ટન વિસ્ફોટક નાઈટ્રેટ અસુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે. ધડાકો કેવી રીતે થયો તેની તપાસ ચાલુ છે. ઘટના સ્થળના હચમચાવી દેનારા વીડિયો સામે આવ્યા છે. જેમાં રસ્તાઓ પર લોકોની ડેડ બોડી વિખેરાયેલી પડી છે. પીએમ હસન દિઆબે આને ભયાવહ ગણાવી ઘટના સાથે સંકળાયેલા એક પણ આરોપીને છોડવામાં નહીં આવે તેમ જણાવ્યુ હતું..

15 મિનિટમાં બેરૂટમાં બે ધડાકા થયા છે. એક બ્લાસ્ટ બંદર પર અને બીજું બેરૂત શહેરમાં. બીજો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો વિસ્ફોટ આખા શહેરમાં સંભળાયો. વિસ્ફોટ ક્યાં કારણસર થયો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે પાટનગર વિસ્તારમાં ઘટનાસ્થળ થી દૂર આવેલા મકાનોના કાચ પણ તૂટી ગયા હતા. હાલ આ મામલે લેબેનોન પ્રશાસને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ સહિતના દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે.

Read the Next Article

રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. આજે બે જિલ્લામાં

New Update
varsad

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે.

આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.  આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા  મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.

Latest Stories