/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/09161222/maxresdefault-100.jpg)
આગામી દિવાળીના તહેવારમાં કોઈપણ કટોકટીને પહોચી વળવા ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવાની ટીમ સતત 24 કલાક કાર્યરત રહી લોકસેવાની સુવાસ ફેલાવવા માટે સજ્જ બની છે.
કોરોનાની મહામારી વચ્ચે પણ લોકોમાં દિવાળીની ઉજવણી કરવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કોઈપણ સમયે કોઈપણ કટોકટીને પહોચી વળવા તેમજ તેના ઝડપી પ્રતિસાદ માટે 108 ઈમરજન્સી સેવાના કર્મીઓ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના ત્રણેય મુખ્ય દિવસોમાં અકસ્માત તેમજ અન્ય બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. જેના કારણે 108ના કર્મીઓ પોતે નોકરી પર હાજર રહી લોકો સુખદ રીતે તહેવારોની ઉજવણી કરે તે માટે 24 કલાક 108ની ટીમ ખડેપગે રહેશે.
ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો પોતાના વ્હાલાઓ સાથે હર્ષોલ્લાસથી દિવાળીના પર્વની મોજ માણી શકે તે માટે 108ના કર્મીઓ ફરજ પર હાજર રહી પોતાના પરિવાર સાથે વિડિયો કોલ મારફતે વર્ચુલ ઉજવણીમાં સામેલ થશે. કોરોના મહામારી હોય કે, અન્ય તહેવારોમાં 108ના કર્મીઓ પોતાના ઘરેથી દૂર રહી લોકસેવા માટે ખડેપગે રહે છે. જેમાં ચાલુ વર્ષે દિવાળીના 3 દિવસ દરમ્યાન ઈમરજન્સીને પહોચી વળવા ભરૂચ જિલ્લા 108ની સમગ્ર ટીમ કામે લાગી છે.