રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને કેનસાઈ નેરોલેક કંપનીના સંયુક્ત રીતે પ્રોજેકટ શાળા રંગરોગાન હેઠળ 5 શાળાની ઇમારતોને નવા રંગરૂપ અર્પણ કરાયાં છે.
ભરૂચમાં આવેલી લાલુભાઈ જીજુભાઈ હલદર શાળા, ગાયત્રી મિશ્રશાળા, બોરભાઠા પ્રાથમિક શાળા, ઉમરાજ મ્યુન્સિપલ સ્કૂલ, હુશેનીયા વિદ્યાભવન મળી કુલ 5 શાળાઓની બિલ્ડીંગને કલર કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે એલ.જે. હલદર ખાતે શાળા બિલ્ડિંગના નવા કલર સાથે સ્કૂલ અર્પણ કાર્યક્રમ કેનસાઈ નેરોલેક કંપનીના સાઇટ હેડ રાજેશ પટેલ, રોટરી ડિસ્ટ્રીકટ 3060ના DGE સંતોષ પ્રધાન તેમજ રોટરી કલબ નર્મદા નગરીના પ્રમુખ પ્રવિણદાન ગઢવી, રોટરી કલબ ભરૂચના પ્રમુખ તલકીન જામીનદાર તથા આ પ્રોજેક્ટના ચેરમેન સતીશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
કેનસાઈ નેરોલેક કંપનીએ તેના CSR કાર્યક્રમ હેઠળ શાળાઓને રીનોવેશન કરવાનો ઉદ્દેશ કર્યો છે. હલદર વિભાગ કેળવણી મંડળ અને અન્ય સ્કૂલોના આચાર્યો એ કંપનીના તેમજ રોટરી કલબના પ્રયત્નોને આવકાર્યો હતો.
