ભરૂચ વહીવટી તંત્રને મળી સહાય 

ગુજરાત કેમિકલ પોર્ટ કંપનીની સહાય

6 આધુનિક રેસ્ક્યુ બોટ આપવમાં આવી

જળ આપત્તિ સમયે ઉપયોગ થશે

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્રને GCPL કંપની દ્વારા 6  આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે જળ-આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ અને ભરુચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

દસ વ્યક્તિની બોટ દીઠ ક્ષમતા ધરાવતી આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ પાલિકાને અને 3 બોટ અંકલેશ્વર પાલિકાને સોંપવામાં આવી છે. બન્ને પાલિકાઓ તેઓ તરફના નર્મદા નદીના કાંઠાને કવર કરશે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર , GCPL કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.