અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે આયોજન

નેત્ર નિદાન કેમ્પનું આયોજન

જરૂરિયાત મંદોએ લીધો લાભ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ત્રિનેત્ર આઈ સેન્ટરના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસ માટેનો કેમ્પ યોજાયો હતો. જેનો જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો.

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિનામૂલ્યે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પનો નગરપાલિકા  પ્રમુખ જીગ્નેશ અંદાડિયાના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો .

આ કેમ્પમાં ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના નિષ્ણાંત તબીબ ડો.તૃપ્તિ ગુપ્તા અને મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના તબીબ ડો. દિવ્યેશ ઝીનઝાલાએ સેવા આપી હતી અને તેઓ દ્વારા  પડદાને  લગતા રોગો ,ઝામરનું સચોટ નિદાન ,મોતિયા તથા કિકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દિક્ષિતાબેન રાણા ,કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા ,સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહીત ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા