New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/31155017/cd800c83-8fe6-4608-9c99-41c8518c17d6-e1604139635225.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે એક મકાનમાં સાપ ઘૂસી જતાં લોકોમાં ભારે દોડધામ મચી હતી. જોકે સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની બાજુના મકાનમાં આવેલ એક મકાનમાં અચાનક સાપ ઘૂસી આવતાં ઘરના સભ્યો સભ્યો સહિત આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, ત્યારે મકાન માલિક નૈનેશ પંડ્યા દ્વારા ઉમલ્લા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ વન વિભાગના બીટગાર્ડ વજેસંગ વસાવા તેમજ ઉમલ્લા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, ત્યારે ભારે જહેમત બાદ અંદાજે 5ફૂટ લાંબા સાપનું રેસક્યું કરી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.