ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં લાગી ભીષણ આગ, 15થી વધુ લોકો જીવતા ભૂંજાયા

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં લાગી ભીષણ આગ, 15થી વધુ લોકો જીવતા ભૂંજાયા
New Update

ભરૂચ શહેરના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ગત શુક્રવારની મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 15થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.

ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોનાના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં ગત શુક્રવારની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા. સમગ્ર ઘટનામાં 12 દર્દીઓ અને 2 કર્મી સહિત 16 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. તો સાથે જ હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકે, વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. ઘટનાના પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા, ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિત ફાયરવિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયર બ્રીગેડની 12થી વધુ ગાડીઓ આગની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડથુ થઈ ગયા હોવાના એહવાલ પણ સાંપડ્યા છે. બનાવ એટલો બધો ગંભીર અને દર્દનાક હતો કે મદદ માટે લોકોએ રડતા અવાજમાં સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વહેતા કર્યા હતા, તો બીજી તરફ આગના પગલે વીજ પુરવઠો પણ ખોરવાતા બચાવ કમગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

#Bharuch #MLA #Covid 19 #Fire broke #Patient #Nagarpalika #Corona #DSP #Patel Welfare Hospital #15 people dead #covid department
Here are a few more articles:
Read the Next Article