ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ઝોન બની ગયું હોય તેમ અકસ્માતની દુર્ઘટનાઓ બની રહી છે. આજે ભરૂચના નબીપુર નજીક નેહા. નં 48 ઉપર રોડ ક્રોસ કરવા જતાં વ્યક્તિનું અકસ્માતે મોત નિપજ્યું છે. અજાણ્યા વાહનની અડફેટે ભરૂચના મકતમપુરના રહેવાસી વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. નબીપુર બ્રિજ નજીકની બનેલી આ દુર્ઘટનાનાં પગલે નબીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાથી મુંબઈ હાઇવે પર પૂરઝડપે દોડતા વાહનો અકસ્માતનું સબબ બને છે. જેમાં અનેક નિર્દોષ વ્યક્તિઓ મોતને ભેટે છે.
ભરુચ: NH 48 ઉપર નબીપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું
- ભરૂચના મકતમપુરના રહેવાસી વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત - નબીપુર બ્રિજ નજીક રોડ ક્રોસ કરતા સર્જાઈ દુર્ઘટના - પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી
