ભરૂચ:નેત્રંગ નજીક ટેમ્પા ચાલકને માર મારી ૧૫ ભેંસો ભરેલા ટેમ્પા સહિત રૂ.૯.૫૯ લાખના માલમત્તાની લૂંટ,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ:નેત્રંગ નજીક ટેમ્પા ચાલકને માર મારી ૧૫ ભેંસો ભરેલા ટેમ્પા સહિત રૂ.૯.૫૯ લાખના માલમત્તાની લૂંટ,પોલીસે શરૂ કરી તપાસ
New Update

નેત્રંગ ડેડીયા પાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલકને માર મારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા

નેત્રંગથી ડેડીયાપાડા જતા રોડના ટીમરોલીયાના ઢોરાવ ઉપર કારમાં આવેલા લૂંટારુઓએ આવી ટેમ્પા ચાલકને માર મારી લૂંટ ચલાવી હતી. ટેમ્પા ચાલક પાલેજ પાસે આવેલ હલદરવા ગામેથી ૧૫ ભેંસો ભરી ધુલિયા જઈ રહ્યો હતો. રાત્રીના દોઢ વાગ્યાના આસપાસ ટીમરોળિયા ઢોરાવ પાસે કાર આડી કરી ટેમ્પોને અટકાવ્યો હતો. ત્રણ જેટલા અજાણ્યા ઈસમો ટેમ્પાની કેબીનમાં ચડી ગયા હતા અને ટેમ્પા ચાલકને માર મારી ચાલક સાથે જ ટેમ્પો હંકારી ફરાર થઈ ગયા હતા અને બાદમાં પેટ્રોલ પંપ નજીક ટેમ્પા ચાલકને ઉતારી દિધો હતો. લૂંટારુઓ ટેમ્પા ચાલક પાસેથી રૂપિયા 4 હજાર રોકડા,મોબાઈલ, રૂપિયા 1.50 લાખની કિમતની ભેંસ અને રૂપિયા 8 લાખનો ટેમ્પો સહિત રૂપિયા 9.59 લાખ રૂપિયાના માલમત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Bharuch #Bharuch Police #Netrang #loaded #looted #Robbery News #Rs. 25 lakh #Tampa driver #15 buffaloes
Here are a few more articles:
Read the Next Article