ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર પઠાર ગામના વળાંક પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક માર્ગની બાજુમાં આવેલ વૃક્ષ સાથે ભટકાતા બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના બીતાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા કલ્પેશ ભરતભાઈ વસાવાના 25 વર્ષીય ભાઈ નિલેશ વસાવા બાઈક લઈ કામ અર્થે અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નેત્રંગ-વાલિયા માર્ગ ઉપર પઠાર ગામના વળાંક પાસે બેકાબુ બાઈક પીપળાના વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નિલેશ વસાવાનું ગંભીર ઇજાઓના પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, અકસ્માત અંગે વાલિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.