ભરૂચ: વ્હાલુ ગામે મસ્જીદમાં માનસિક સંતુલન ગુમાવી બારીના કાચ તોડતા યુવાનનું ઇજાના પગલે મોત.!

New Update
ભરૂચ: વ્હાલુ ગામે મસ્જીદમાં માનસિક સંતુલન ગુમાવી બારીના કાચ તોડતા યુવાનનું ઇજાના પગલે મોત.!

ભરૂચ તાલુકાના વ્હાલું ગામ ખાતેની મસ્જીદમાં ભરૂચ શહેરનાં ધોબી તળાવ વિસ્તારમાં રહેતા જુનેદ ફિરોજભાઈ પઠાણ નામનો એક યુવક ગયો હતો તે દરમિયાન અચાનક જ તેણે મગજ પરનું સંતુલન ગુમાવી દઈ મસ્જીદની બારીઓનાં કાચ તોડવા લાગ્યો હતો.કાચ તૂટતા હાથના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ભરૂછ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.