ભરૂચ: નાંણા બાબતે નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

New Update
ભરૂચ: નાંણા બાબતે નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

ભરૂચમાં શહેર વેજલપુર વિસ્તારમાં આવેલી પોપટી ખાડીમાં મજૂરીના રૂપિયા માટે નાના ભાઈએ મોટા ભાઈ ઉપર ચપ્પુ વડે હુમલો કરીને મોત ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ મામલામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના મહામારીમાં કારણે લોકો ભયના માહોલમાં છે ત્યારે ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પોપટીખાડી નજીક રહેતા નટવર   મિસ્ત્રી  અને તેનો નાનો ભાઈ સતીષ   મિસ્ત્રી બંનેય માતા-પિતા સાથે રહી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ શુક્રવારે મજૂરી કરીને પરત પોતાના ઘરે આવ્યા હતા તે સમય દરમિયાન બંને ભાઈઓ વચ્ચે મજૂરીના રૂપિયા બાબતે તકરાર થતા નાના ભાઈ સતીષે ઉશ્કેરાઈ મોટા ભાઈ નટવરને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેતાં તેને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયો હતો.જ્યાં તેને વધુ સારવાર મળે તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ નાગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગણતરીના જ સમયમાં હત્યારા ભાઈ સતિષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

ભરૂચ: કતોપોર દરવાજા વિસ્તારમાં વૃક્ષ જર્જરીત મકાન પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

New Update
gar

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

વૃક્ષ નજીકમાં આવેલા જર્જરીત મકાન પર ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતા જ નગરસેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં નગરસેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે.

Latest Stories