-
મોંઘવારીને લઈને આમ આદમી પાર્ટીનો વિરોધ
-
ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન
-
‘ડીઝલ આપો-ખેતી બચાવો’ના નારા લગાવાયા
-
AAPના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો
-
કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવી રજૂઆત
દેશમાં વધતી મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી સરકાર લોકોને તાત્કાલિક રાહત આપે તેવી માંગ કરાય હતી.
દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. “ડીઝલ આપો, ખેતી બચાવો” તેમજ “મોંઘવારી હટાવો, દેશ બચાવો”ના નારા સાથે AAPના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. AAPના આગેવાનોએ જણાવ્યુ હતું કે, સતત વધી રહેલા ડીઝલના ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતો તેમજ સામાન્ય જનતા ભારે પરેશાન બની છે, ત્યારે સરકાર લોકોને તાત્કાલિક રાહત આપે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
