ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Bharuch ABVP

દિવાળીનું પર્વ દરેક લોકો ઉત્સાહ સાથે માણી શકે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ABVPના ભરૂચ જિલ્લા વિસ્તારક રામ વણઝણા તેમજ આગેવાનો અને કાર્યકરોએ જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તેમજ કપડાનું વિતરણ કર્યું હતું