ભરૂચ : ગુમાનદેવ પાસે ત્રણ મહિલા અને એક પુરૂષ વાહનની રાહ જોઇ ઉભા હતાં, જુઓ પછી શું બની ગોઝારી ઘટના

ભરૂચ :  ગુમાનદેવ પાસે ત્રણ મહિલા અને એક પુરૂષ વાહનની રાહ જોઇ ઉભા હતાં, જુઓ પછી શું બની ગોઝારી ઘટના
New Update

ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ પાસે વાહનની રાહ જોઇને ઉભેલી ત્રણ મહિલા અને એક પુરૂષ માટે ડમ્પર કાળ બનીને ત્રાકટયું હતું. ડમ્પરના ચાલકે ચારેયને ટકકર મારતાં ત્રણ મહિલાના મોત થયાં છે જયારે પુરૂષને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલાં ટોળાએ ચકકાજામ કરી દીધો હતો તથા સીસીટીવી ફુટેજ આપવાનો ઇન્કાર કરનારા ગુમાનદેવ મંદિરના મહંતને માર માર્યો હતો.

અનલોક બાદ ઝઘડીયા તાલુકામાં રેતી, માટી તથા કપચી ભરેલાં ડમ્પરોની સંખ્યામાં વધારો થયો છે. બેફામ રીતે દોડતા ડમ્પરો અનેક નિર્દોષ લોકોનો જીવ લઇ રહયાં છે. આવી જ એક ઘટના બુધવારના રોજ સવારે ગુમાનદેવ નજીક બની હતી. એક ડમ્પર ચાલકે 3 મહિલાઓ અને એક પુરૂષને અડફેટે લીધા હતા. જે પૈકી 2 મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે એક પુરૂષની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક મહિલાઓ રેખાબેન હસમુખભાઇ પટેલ, જશીબેન સોમાભાઇ પટેલ અને તારાબેન રમસંગભાઇ વસાવા હોવાનું બહાર આવ્યું છે. જયારે બુધાભાઇ વસાવા ઘાયલ થયાં છે.

અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા રોડ પર વાહનોની લાઇનો લાગી ગઇ હતી. ગ્રામજનોના સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોડ પર ચક્કાજામના પગલે ટ્રાફિક GIDC તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ સ્થાનિકોના રોષનો ભોગ બનવુ પડ્યું હતું. લોકોએ પોલીસનો ઘેરાવ કરીને તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માંગ કરી હતી.31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એકતા દિવસની ઉજવણી થવાની છે. ઝઘડિયા પોલીસ પણ બંદોબસ્તમાં કેવડિયામાં છે, ત્યારે ચક્કાજામને પગલે વાહન ચાલકો અટવાઇ ગયા હતા.

હીટ એન્ડ રનની ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. ડમ્પર ચાલકને શોધવા લોકોએ ગુમાનદેવ મંદિરના મહંત પાસે સીસીટીવી ફુટેજની માંગણી કરી હતી પણ મહંતે ફુટેજ આપવાનો ઇન્કાર કરતાં મહિલાઓ અને લોકો વિફર્યા હતાં અને મહંતને માર મારવાની શરૂઆત કરી દીધી હતી. મારામારીમાં મહંતના કપડા સુધ્ધા ફાટી ગયાં હતાં. હાલ તો પોલીસે અકસ્માત તથા મારામારી બંને ગુનાની તપાસ હાથ ધરી છે.

#road accident #accident news #Bharuch News #Gumandev Temple #Jhagadiya #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article