• ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ એક્સનમાં

  • શાળાઓ સામે થશે કાર્યવાહી

  • શાળાઓ વધુ ફી વસુલતી હોવાના અહેવાલ

  • જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા આદેશ

  • એફ.આઈ.સી.માં મંજુર ફી સિવાય વધારાની ફી નહીં વસૂલી શકાય

ભરૂચ જિલ્લામાં આરટીઇ અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી એફઆરસીના નિયમ સિવાય ફી વસુલનાર શાળા સામે ડી.ઇ.ઓ કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે.
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર.ટી.ઇ.અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો છે.પરંતુ કેટલીક શાળાઓમાં એફ.આર.સી.માં મંજુર થયેલ સિવાય અન્ય બહાના હેઠળ યુનિફોર્મ, નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોઈ છે.આ સરકારના નિયમની વિરુદ્ધ છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો આવી શાળાઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે એફ.આર.સી.માં મંજુર થયેલ ફી સિવાયની ફી આપવાની વાલીઓ બંધાયેલા નથી.જો કે શાળા વાલીઓની સહમતી લીધા વિના ફી માંગી શકશે નહીં.