ભરૂચ : લાભ પાંચમની પ્રતિક્ષા બાદ વેપારીઓએ વ્યાપારની શુભ શરૂઆત કરી

ભરૂચ : લાભ પાંચમની પ્રતિક્ષા બાદ વેપારીઓએ વ્યાપારની શુભ શરૂઆત કરી
New Update

દિવાળીના તહેવારોની ઉજવણી બાદ ભરૂચના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વ્યાપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી હતી.

દિવાળીના પર્વના અંતિમ દિવસ એટ્લે કે લાભ પાંચમના અવસરે વેપારીઓએ પૂજા અર્ચના કરી પોતાના ધંધાની વિધિવત શરૂઆત કરી છે. આજના દિવસે વ્યવસાય અને જીવનમાં શુભ લાભ મળવાની માન્યતા છે. આજના દિવસે વ્યાપાર શરૂ કરવાથી ધંધામાં બરકત અને લાભ થાય છે. દિવાળી બાદ આવનારી લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહેવમાં આવે છે. લાભ પાંચમ મોટાભાગે ગુજરાતમાં ઉજવાય આવે છે. લાભપાંચમ દિવાળીનો અંતિમ દિવસ  હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.  આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારને લાભ, સૌભાગ્ય અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે.  ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતભરમાં કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિમાં વેપાર-ધંધા ઠપ્પ થતાં આખું વરસ વેપારીઓનું રોજગારી મેળવવા માટે નિષ્ફળ નીવડ્યું હતું. ત્યારે આવનારું નવું વર્ષ સુખમય અને લાભદાયી થાય તેવા આશયથી વેપારીઓએ પોતાના વેપારનો પૂજા કરી શરૂઆત કરી હતી. આવનારા સમયની અંદર કોરોનાના પ્રકોપથી વહેલી તકે ભારત મુક્ત થાય અને  રોજગારી સુચારુ રૂપથી ચાલે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી નવા વર્ષની શરૂઆત ભરૂચમાં વેપારીઓ દ્વારા  કરવામાં આવી હતી.

#Bharuch #Bharuch Samachar #Bharuch Collector #Bharuch News #Diwali 2020 #Bharuch Business Man #Labh Pacham 2020
Here are a few more articles:
Read the Next Article