ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લોકસેવામાં વધારો કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા કોમ્યુનિટી હોલ ખાતે સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દાંતના દવાખાના માટે એમ્બ્યુલન્સનું અનુદાન કરવામાં આવ્યું હતું, ત્યારે મેડીકલ કેમ્પનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરતસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રીના વસાવા તથા ઉપપ્રમુખ પ્રકાશદેસાઈ સહિત ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.