ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાવન સલીલા માં નર્મદા નદીના તટ પર આવેલ મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિરે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા નશા મુક્ત કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સંયુક્ત પણે સમગ્ર ભારતમાં નશા મુક્ત ભારતનો કાર્યક્રમ ચાલી રહ્યા છે ત્યારે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા પણ 10 કરોડથી પણ વધુ લોકોને નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞાઓ કરાવી રહ્યા છે ત્યારે હાલ ભરૂચ ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલયના સમર્પિત ભાઈ બહેનો અને સંસ્થાના આનુંયાયો દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં શાળા કોલેજો સામાજિક સંસ્થાઓ અને અનેક જાહેર કાર્યક્રમો કરી નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞાઓ કરાવી રહ્યા છે ત્યારે ગત શ્રાવણ સુદ ચૌદસ ને રક્ષાબંધનના પવિત્ર દિવસે જુના તવરા ખાતે આવેલ મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિર ખાતે મંગલમંઠના પૂનમની ઉજવણી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા પહોંચેલા લોકોને બ્રહ્માકુમારી સંસ્થાના અમિતાબેન અને સતિષભાઈ દ્વારા ગુરુ પુનમ ભરવા આવેલા નશામાંથી મુક્ત કેવી રીતે રહેવું નશો કરવાથી શું શું નુકસાન થાય છે અને નશા થી દૂર રહેવા માટે પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.
ભરૂચ: જુના તવરા મંગલમઠ કબીર આશ્રમ ખાતે બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા નશામુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડવામાં આવી
