New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23222159/1-3.jpg)
ભરૂચથી વાગરા તરફના માર્ગ પર દેરોલ ચોકડી પર એક ટ્રકે પાછળથી કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
સાંજના સમયે ભરૂચ તરફથી વેગન આર ગાડી વાગરા તરફ જઈ રહી હતી તે દરમિયાન દેરોલ પાસે વળાંક પર ગાડી વળતા એક ટ્રક પાછળથી કાર સાથે અથડાઇ હતી. ટ્રકની ટક્કરથી કારને નાનું મોટું નુકશાન થયું છે. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળાં ભેગા થયા હતા.