New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/30170053/maxresdefault-373.jpg)
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના યુવાનનું ફેસબુક આઇડી હેક કરી તેના મિત્રો પાસેથી ગઠિયાઓએ 3 હજાર રૂપિયા પડાવી લીધાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સાંપ્રત સમયમાં સોશિયલ મિડીયાનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઇન છેતરપીંડીના બનાવો પણ વધ્યાં છે. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં રહેતાં જીતેન્દ્ર પટેલનું ફેસબુક આઇડી ગઠીયાઓએ હેક કરી દીધું હતું અને તે આઇડી પરથી તેમના મિત્રોને પોતાનો પુત્ર બિમાર હોવાથી પૈસાની જરૂર છે તેમ જણાવ્યું હતું. જીતેન્દ્ર પટેલના આઇડી પરથી આવેલો મેસેજ વાંચી એક મિત્રએ ગઠિયાઓએ આપેલાં ખાતામાં 3 હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં. સમગ્ર ઘટના જીતેન્દ્ર પટેલના ધ્યાને આવતાં તેમણે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
Latest Stories