New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/03174442/qrQu5h6A.jpg)
અંકલેશ્વર શહેરમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.35 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં રહેતા શ્રીકાંત રાવળ પોતાનું મકાન બંધ કરી સાસરીમાં બાળકોને લેવા માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.35 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે મકાન માલિકને જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ચોરી અંગે શહેર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.