અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ ESIC હોસ્પિટલમાં બે ઑક્સીજન જનરેશન પ્લાન્ટ શરૂ થયા છે. ડી.સી.એમ.શ્રી રામ કંપની દ્વારા અપાયેલ બન્ને પ્લાન્ટનું કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર રાજયમાં ઑક્સીજનની અછત વર્તાય રહી છે અને લોકોએ ઑક્સીજન મેળવવા ભારે દોડધામ કરવી પડી રહી છે ત્યારે હવે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સ્પેશ્યલ કોવિડ ESIC હોસ્પિટલ ખાતે બે ઑક્સીજન જનરેશન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
ઝઘડીયાની ડી.સી.એમ.શ્રી રામ કંપની દ્વારા સી.એસ.આર.પ્રવૃત્તિ અંતર્ગત 2 ઑક્સીજન જનરેશન પ્લાન્ટ ડોનેટ કરવામાં આવ્યા છે. જેનું આજરોજ ભરૂચ કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભાગોરા,અંકલેશ્વર ઉધ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી, ડી.સી.એમ.શ્રી રામ કંપનીના અધિકારીઑ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કંપની દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ પ્રકારના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. કોરોના કાળમાં સમગ્ર રાજયમાં માસ્ક, સેનેટાઇઝર સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.