ભરૂચ : મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી પોલીસ સંકજમાં આવ્યો

New Update
ભરૂચ : મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી પોલીસ સંકજમાં આવ્યો

ભરૂચમાં એસ.ઓ.જી. પોલીસે નશીલા દ્રવ્યની હેરાફેરીમાં વધુ એક આરોપીની અટક કરી છે. એસ.ઓ.જી. પોલીસે ગોરેગાવ મુંબઈના આરોપીને નશીલા દ્રવ્ય સાથે ઝડપી પાડયો હતો. જેની વધુ તપાસ કરતા વધુ એક આરોપીની અટક કરવામાં આવી હતી જે નશીલા દ્રવ્યનો રીસીવર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભરૂચ નજીક ઝાડેશ્વર વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસ અને સી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે ગોરેગાવ મુંબઈના ઈકરામ પટેલને મેફેડ્રોન નામના નશીલા દ્રવ્ય સાથે ઝડપી પાડયો હતો. જેની પ્રાથમિક તપાસમાં આ નશીલા દ્રવ્યના રીસીવર તરીકે ફરીદ કાની રહે.ડુંગરી ભરૂચ જણાતા એસ.ઓ.જી પોલીસે ફરીદની પણ અટક કરી હતી.

Latest Stories