ભરૂચ: અંકલેશ્વર GIDC નિલેષ ચોકડી પાસે થયેલી મોબાઈલ ફોન લૂટની ઘટનામાં એક ઇસમની ધરપકડ

ભરૂચ: અંકલેશ્વર GIDC નિલેષ ચોકડી પાસે થયેલી મોબાઈલ ફોન લૂટની ઘટનામાં એક ઇસમની ધરપકડ
New Update

મળતી માહીતી અનુસાર, અંકલેશ્વર GIDC પાસે આવેલ વર્લ્ડ ચોકડી થી નિલેષ ચોકડી તરફ જવાના માર્ગ પર પોતાના ઘરે જય રહેલા ઘનાભાઇ દમણીભાઈ વસાવા લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીના ગેટ પાસે પસાર થતાં દરમિયાન બે અજાણ્યા ઇસમો બાઇક નં.GJ-16-AE-4041 ઉપર આવી ઘનાભાઇને પથ્થર વડે માથાના ભાગે મારી ઇજાઓ પહોચાડી હતી. બાદમાં બંને આરોપીઓ તેમનો ફોન લઈને નાસી છૂટયા હતા.

બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુનો નોધવા પામ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ તપાસના આધારે લુંટનો ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો અને પોલીસે ગુનાને અંજામ આપનાર આરોપી લક્ષ્મણ ઉર્ફે લખી ભીમસીંગ સનમની ધરપકડ કરી છે. આરોપી મૂળ ધનગડી, નેપાળનો છે અને હાલમાં RBL કોલોની, જોગર્સ પાર્ક પાસે, GIDC અંકલેશ્વર ખાતે રહે છે. અંકલેશ્વર GIDC પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

#Bharuch #Connect Gujarat #Ankleshwar #crime news
Here are a few more articles:
Read the Next Article