-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
અષાઢી બીજના રોજ આયોજન કરાયું
-
ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રા નિકળશે
-
વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે
-
ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું
ભરૂચઃ અષાઢી બીજે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથે નગરચર્યાએ નિકળશે
અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર
ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભરૂચના ઇસ્કોન મંદિર-જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે.
અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે.યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને ઝાડેશ્વર માર્ગે પસાર થતી કે.જી.એમ સ્કૂલ ખાતે સમાપન પામશે.યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવશે. ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષરૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી.
