ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ગીતા પાર્ક બગીચામાં બાળકોના રમત ગમતના સાધન પર બેસેલા વ્યક્તિને ટોકતા તેણે અન્ય માણસને બોલાવી બગીચામાંથી બહાર નીકળેલા ચીટનીશ વિભાગના પટાવાળા અને એક અધિકારીને પાંચથી વધુ લોકોએ મારમારતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેઓની ફરિયાદના આધારે હુમલાખોરો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ભરૂચમાં ગતરોજ શક્તિનાથ નજીકના ગીતાપાર્ક ગાર્ડનમાં બાળકોના સાધન ઉપર બેસેલા ધ્રુવિલ કાયસ્થને ફરિયાદીએ કહ્યું બાળકો માટેના સાધન છે તૂટી જશે ધૃવિલ કાયસ્થ ફરિયાદી સાથે ગાળાગાળી કરી અન્ય લોકોને ફોન દ્વારા બોલાવી બગીચામાંથી બહાર નીકળી પોતાના ઘર તરફ જઈ રહેલા ચિટનીસ વિભાગના ગણેશ રાણા તથા તેમની સાથે ક્લાસ વન સમાજ સુરક્ષા અધિકારી મુકેશભાઈ મુનિયા નવી વસાહત તરફ તેઓના ઘર પાસે ગયા હતા તે દરમિયાન ધ્રુવિલ કાયસ્થ સહિત અન્ય ચાર લોકોએ ભેગા થઈ ગણેશ વસાવાને માર માર્યો હતો..
તેનો સાથે રહેલા સમાજ સુરક્ષા અધિકારી ગણેશ વસાવાને બચાવવા પડતા તેઓને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો સાથે ગણેશ રાણાની પત્ની ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા ગણેશ રાણા અને સમાજ સુરક્ષા અધિકારી મુકેશ મુનિયાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.ઇજાગ્રસ્ત ગણેશ રાણાની ફરિયાદના આધારે એ ડીવીઝન પોલીસે હુમલાખોર રાજ કાયસ્થ, પ્રકાશ ઉર્ફે મુન્નો કાયસ્થ, પ્રથમ કાયસ્થ, પ્રશાંત કાયસ્થ, ધ્રુવિલ કાયસ્થ, મળી પાંચ ઇસમો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
