• ભરૂચમાં યોજાશે કન્વેનશન

  • BDMA દ્વારા કન્વેનશનનું આયોજન

  • 10મુ મેનેજમેન્ટ કન્વેનશન યોજાશે

  • દેશભરના 30 બિઝનેસ લીડર્સ ભાગ લેશે

  • 250 કરતા વધુ ડેલીગેટ્સ ભાગ લેશે

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસો.દ્વારા તારીખ 13-14 જુનના રોજ 10મુ નેશનલ મેનેજમેન્ટ કન્વેનશન યોજાશે જેમાં દેશભરનાં 30 થી વધુ બિઝનેસ લીડર્સ સંબોધન કરશે. ભરૂચમાં આગામી 13 અને 14 જૂનના રોજ બે દિવસીય કન્વેન્શનનુ આયોજન કરાયું છે.જે અનુસંધાને આજ રોજ ભરૂચ BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર, પ્રોજેક્ટ ચેરમેન હરીશ જોષીએ તમામ કાર્યક્રમની માહિતી આપી હતી.
ઔદ્યોગિક રીતે પાંગરી રહેલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો આધુનિક વ્યવસાયિક વૈશ્વિક ગતિવિધિઓ થી અવગત રહે તેવા આશય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા તા.13 અને 14 જૂન ના રોજ  10મુ નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજશે, જેમાં ઉદ્દઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોનટેક સિંહ આહલુવાલિયા ,158 વર્ષ જૂની ભારત સરકાર ની બાલમેર લૌરી એન્ડ કંપનીના ચેરમેન  અધિપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ કન્વેનશનમાં ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ ‘ , ‘ બિઝનેસ  પ્રોસેસ  ઇનોવેશન્સ’ , ‘ ગ્રીન એનર્જી એન્ડ એફિશિયન્ટ ટેક્નોલોજીસ ‘, ‘ ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર ‘,  ‘ રિપિંગ ધ બેનિફિટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ‘, ‘સ્ટાર્ટ્ અપ ધેટ રેડિફાઇન ઇન્ડસ્ટ્રીઝ ‘અને પરપઝ બિયોન્ડ પ્રોફિટ’ જેવા વિષયો ઉપર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે.