ભરૂચ: ભોઈ વાડ વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર નીકળે છે ડોસાની અર્થી,જુઓ શું છે માન્યતા

ભરૂચ: ભોઈ વાડ વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર નીકળે છે ડોસાની અર્થી,જુઓ શું છે માન્યતા
New Update

ભરૂચના ભોઈ વાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘરે ઘરે ફેરવી હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા.

ભરૂચના ભોઇવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પરવા નિમિત્તે અનોખી પ્રથા છે. આ વિસ્તારના યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે તેના ઉપર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે. અને ત્યાર બાદ આ યુવાનો ઘેર ઘેર આ અર્થી લઇ જઈ હોળીના નાણા ઉઘરાવે છે જે નાણામાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અને અંતે આ અર્થીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે. આજરોજ ભરૂચના ભોઇવાડ વિસ્તારના યુવાનો દ્વારા આ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યુવાનોએ જણાવ્યું હતું કે તેઓના સમાજ દ્વારા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને તેઓ તેને આગડ ધપાવી રહ્યા છે. છેલ્લા 5 દાયકાથી ચાલતી આવતી પરંપરા અનુસાર ભરૂચના મોટા ભોઇવાડ મહાકાળી માતાના મંદિર નજીકથી વિસ્તારના યુવાનો દ્વારા એક ડોસાની પ્રતિકૃતિ સમાન ઠાઠડી બનાવવામાં આવે છે અને ત્યાર બાદ હોળી પ્રગટાવી હોઈ એ સ્થાન પરથી ડોસાની અર્થી કાઢવામાં આવે છે અને ફળિયામાં ઘરે ઘરે ફેરવવામાં આવે છે. યુવાનો દ્વારા  દરેક ઘરના વડીલને નામે ડોસા ને સંબોધવામાં આવે છે અને ફાળો માંગવામાં આવે છે. અને આખા ફળિયામાં ડોસાની અર્થી ફેરવ્યા બાદ હોળીના સ્થળ પર લાવી તેને સળગાવી દેવામાં આવે છે. ભોઈવાડ વિસ્તારના અગ્રણી રાકેશભાઈ જાદવે જણાવ્યું હતું કે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે જેને અમે અનુસરીએ છે અને ધુળેટી પર્વની આ અનોખી રીતે ઉજવણી કરીએ છે. દિવસના  અંતે જે કાંઈ ફાળો એકત્રિત થાય તેમાંથી નાના છોકરાઓને ઉજાણી કરાવાઈ છે અને વિવિધ રંગારંગ કાર્યક્રમ કરાઈ છે.

#Bharuch Police #Bharuch News #Bharuch Collector #Holi News Bharuch #Dhuleti 2021 #Holi 2021 #Bhoi Vad
Here are a few more articles:
Read the Next Article