-
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
-
ભોલાવ ગ્રામપંચાયત ભવનનું કરાશે નવનિર્માણ
-
રૂપિયા 28 લાખનો કરાશે ખર્ચ
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
-
ગ્રામજનોને સારી સુવિધા પ્રાપ્ત થશે
ભરૂચ: ભોલાવ ગ્રામ પંચાયત ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
ભોલાવ ગ્રામ પંચાયતના નવા ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું ભરૂચ ગુજરાત | સમાચાર |
ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતના ભવનનું રૂ. 28 લાખના અંદાજિત ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ નવો પ્રોજેક્ટ ગ્રામજનો માટે વધુ સુવિધાજનક બનશે.
ગુજરાત રાજ્ય સરકારે હાલમાં 15,000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પંચાયતોની ઓફિસોના નવીનીકરણ માટે વિશેષ યોજના શરૂ કરી છે.તેના ભાગરૂપે ભોલાવ ગ્રામ પંચાયતના નવા ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતન કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ નિમિષા પરમાર,આગેવાન દિનેશ આહીર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત ભવનનું નવનિર્માણ થતા ગ્રામજનોને સારી સુવિધા મળી રહેશે અને તેઓના કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે.
