ભરૂચ: ભાજપે રામના નામે તો મત માંગ્યા પણ તેમના શસ્ત્રને પણ ન છોડયું ? જુઓ શું છે મામલો

New Update
ભરૂચ: ભાજપે રામના નામે તો મત માંગ્યા પણ તેમના શસ્ત્રને પણ ન છોડયું ? જુઓ શું છે મામલો

ગદા અને તીર ભાજપ માટે સાબિત થયા અમોઘ શસ્ત્ર!

ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે ત્યારે ચૂંટણીમાં ભાજપે રામના નામે તો મત માંગ્યા જ હતા પરંતુ ભગવાન રામ અને હનુમાનજીના શસ્ત્રને પણ ન છોડ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. કસક સર્કલ  નજીક શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરવા મૂકવામાં આવેલ ગદા અને તીરની પ્રતિકૃતિ પર કોઈક કાર્યકરે ભાજપનો ધ્વજ લહેરાવતા હવે શહેરની શોભા વધારતા સર્કલ પણ ભાજપ માટે પ્રચારનું માધ્યમ બન્યા હોવાનું લાગી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભરૂચ જીલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને આઝાદી બાદ પ્રથમ વખત તમામ તાલુકા પંચાયત, નગર પાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ભાજપે સત્તા હાંસલ કરી છે જો કે આ તમામ વચ્ચે અન્ય એક બાબત ઉડીને આંખે વળગી રહી છે. ભરૂચના કસક સર્કલ નજીક નાગે સેવા સદન દ્વારા શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરવા માટે ગદા અને તીરની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી. જેનાથી શહરના પ્રવેશદ્વાર સમાન માર્ગ પર સુંદરતાના ચાર ચાંદ લાગી ગયા હતા પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે કોઈક ટીકળખોરે તીર પર ભ્જજ્પ્નો ધ્વજ લગાવી દીધો હતો ત્યારે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે ભાજપે રામના નામે તો મત માંગ્યા તો સાથે જ ભગવાન રામ અને હનુમાનજીના શસ્રનો પણ ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી લીધો હતો.

આ સ્થળની બિલકુલ નજીક જ ભાજપનું જિલ્લા કાર્યાલય પણ આવેલું છે ત્યારે ભગવાન રામ બાદ તેમનું શસ્ત્ર પણ ભાજપ માટે અમોઘ શસ્ત્ર સાબિત થયુ હોવાનું લાગી રહ્યું છે. વિપક્ષો દર વખતે આક્ષેપ કરે છે કે ભાજપ રામના નામે મત માંગે છે પરંતુ ભરૂચમાં તો ભાજપે ભગવાન રામ અને હનુમાનજીના શસ્ત્રને પણ ન છોડયું હોય એવો ઘાટ સર્જાયો છે. આ સર્કલ અને પ્રતિકૃતિ શહેરની શોભામાં અભિવૃધ્ધિ માટે છે નહીં કે ભાજપના પ્રચાર માટે ત્યારે પ્રતિકૃતિને જે હેતુ માટે મૂકવામાં આવી હતી એ હેતુ સાર્થક થાય એ જરૂરી છે.

Latest Stories