ભરૂચ : કોરોનાના કપરા સમયે રક્તની અછત ન સર્જાય તેવા આશયથી રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

New Update
ભરૂચ : કોરોનાના કપરા સમયે રક્તની અછત ન સર્જાય તેવા આશયથી રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભરૂચ શહેર સ્થિત બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.

સામાજીક ક્ષેત્રે કાર્યરત ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સંકુલ સ્થિત રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓએ રક્તદાન એ મહાદાન ઉક્તિને સાર્થક કરી બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો.

કોરોનાના વધતાં સંક્રમણ અને કપરા સમયે રક્તની અછત ન સર્જાય તેવા આશય સાથે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 36 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. જેમાં દરેક રક્તદાતાને ટ્રસ્ટના પ્રમુખ તરફથી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાન્ત કંસારા અને રેડક્રોસ બ્લડ બેન્ક બેન્કના ડોક્ટર જે.જે.ખીલવાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.