ભરૂચ: બોડી બિલ્ડીંગ એન બેસ્ટ ફિઝીક્સની સ્પર્ધામાં શહેરના 6 સ્પર્ધકો ઝળક્યા

New Update
ભરૂચ: બોડી બિલ્ડીંગ એન બેસ્ટ ફિઝીક્સની સ્પર્ધામાં શહેરના 6 સ્પર્ધકો ઝળક્યા

બોડી બિલ્ડીંગ એન્ડ બેસ્ટ ફિઝીક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની બોડી બિલ્ડીંગ, ઝોન ફિઝીક્સ એન ઝોન ક્લાસિક સ્પર્સ્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની હદમાં આવતી ઘણી બધી જીમો માંથી કુલ 80 થી 85 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં શહેરના શક્તિનાથ અને ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા ફિટનેશ ફર્સ્ટ જીમ માંથી કુલ 9 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી 6 સ્પર્ધકો ગણેશ વસાવા, સુભાષ બાનડીવડેકર, મયૂદ્દીન મન્સૂરી, સોમેશ ઠાકોર, વિજય રાઠોડ, વિપુલ ગોહિલ અલગ અલગ કેટેગરીમાં વિજેતા બન્યા હતા. વિજેતાઓને ફિટનેશ ફર્સ્ટ જીમના સંચાલક જિગ્નેશ રાજપૂત તરફથી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

Latest Stories