ભરૂચ: પ્રેમીએ પ્રેમીકાને જાહેરમાં ઝીંકયા છરીના ઘા,પછી શું થયું જુઓ

ભરૂચ: પ્રેમીએ પ્રેમીકાને જાહેરમાં ઝીંકયા છરીના ઘા,પછી શું થયું જુઓ
New Update

ભરૂચના ફલશ્રુતિ નગરમાં ભર બપોરે પ્રેમીએ પ્રેમીકાને છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે. સ્થળ પર હાજર લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો જયારે ઇજાગ્રસ્ત યુવતીને સારવારા અર્થે ખસેડવામાં આવી હતી.

ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ફલશ્રુતિ નગરમાં ધોળે દિવસે એક યુવતી પર છરીથી હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી. ફલશ્રુતિ નગરમાં યુવક અને યુવતી વચ્ચે કોઈક બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો એ દરમ્યાન અચાનક જ યુવાન ઉશ્કેરાય ગયો હતો અને તેની પાસે રહેલ છરીથી યુવતીને ગળાના ભાગે ઘા મારી દેતા યુવતી ત્યાં જ ઢળી પડી હતી જ્યારે યુવાનને લોકોએ પકડી પાડ્યો હતો. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનની અટકાયત કરી ઇજાગ્રસ્ત યુવતીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવક અને યુવતી પ્રેમી પંખિડા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. યુવતીએ યુવાનને સગાઈ માટેની ના કહેતા ઉશ્કેરાય જઈ હુમલો કરવામાં આવ્યો હોવાનું માહિતી મળી છે. મામલાની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

#Bharuch #Bharuch Samachar #Bharuch Police #Bharuch Collector #Gujarat Police #Bharuch SP #Falshruti Nagar
Here are a few more articles:
Read the Next Article