• ભરૂચના આમોદ નજીક અકસ્માત

  • આમોદ કરજણ રોડ પર અકસ્માત

  • કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાય

  • કારમાં સવાર 2 યુવાનોને ઇજા

  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

ભરૂચના આમોદ કરજણ રોડ પર કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવારે બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઓવરટેક કરવા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી
ભરૂચના આમોદ-કરજણ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે  કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ દીપકભાઈ ગૌતમભાઈ અને રિતેશ સિંઘ સુરતથી આમોદ કોઈ કામસર આવ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.હાલ બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.