/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/25160617/maxresdefault-107-264.jpg)
ભરૂચ શહેરમાં ચોમાસામાં મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે.બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસની લોક સરકાર દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં ચોમાસા દરમ્યાન માર્ગો બિસ્માર બની ગયાં છે. વરસાદ બંધ થઇ ગયો હોવા છતાં રસ્તાઓના રીપેરીંગમાં પાલિકા તંત્ર ઉદાસીન જણાય રહયું છે. બિસ્માર માર્ગો અંગે સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસના લોક સરકાર વિભાગ તરફથી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપનો વિકાસ ખાડામાં, રસ્તાઓ પર સાચવીને ચાલજો સહિતના પોસ્ટર્સ સાથે કાર્યકરો વિવિધ માર્ગો પર પહોંચ્યાં હતાં અને સુત્રોચ્ચાર કર્યો હતો. શહેરના સર્કલો ઉપર બેનર્સ પણ મારવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પાલિકા સત્તાધીશો પણ એકશનમાં આવ્યાં હતાં. સત્તાધીશોએ તાત્કાલિક અસરથી ફાયર વિભાગની ટીમ મોકલી કોંગ્રેસે લગાવેલા બેનર્સ હટાવડાવી લીધાં હતાં.