અંકલેશ્વરના બ્રિજનગર સામે મહાવીર શોપિંગ સેન્ટરમાં ઓમ ફ્રિજ અને એસી રીપેરીગની દુકાન આવેલી છે. દુકાન સંચાલક મોહનીશ ભાઈ સોલંકી ગત તા 23 ઓગષ્ટના રોજ બપોરના અરસામાં તેમની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ 16 DF 1668 ને દુકાન પાસે પાર્ક કરી હતી
દરમ્યાન બાઈક ચોર તેમની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયો હતો મોહનીશ સોલંકીએ નજીકમાં આવેલ સીસીટીવી ચેક કરતા બાઈક ચોરીની ઘટના કેદ થઇ હતી.આ અંગે તેઓએ એ ડિવિઝન પોલીસને જાણ કરી છે.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
