ભરૂચ : રેમડીસીવર ઇન્જેકશન કેવી રીતે મેળવશો તે અંગે કલેકટરએ જાહેર કરી માર્ગદર્શિકા

ભરૂચ : રેમડીસીવર ઇન્જેકશન કેવી રીતે મેળવશો તે અંગે કલેકટરએ જાહેર કરી માર્ગદર્શિકા
New Update

ભરૂચ શહેર તથા જિલ્લાના કોરોનાના દર્દીઓ માટે  રેમડિસીવર ઇન્જેકશન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા તંત્ર ધ્વારા સુદઢ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કેશહેર- જિલ્લાની ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરીઆત મુજબના ઇન્જેકશનો મેળવવા માટે જિલ્લાકલેકટરના ઇમેઇલ dismgmt-bha@gujarat.gov.in ( ફોન નંબર ૦૨૬૪૨ – ૨૪૨૩૦૦ ) પરજાણ કરવાથી કલેકટર કચેરી ધ્વારા તેમને જરૂરીઆત મુજબના ઇન્જેકશનોની ફાળવણી કરવામાંઆવશે. કોઇ પણ વ્યકિતએ સિવિલ હોસ્પિટલ ખાતે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી અને ઇ- મેઇલના પ્રત્યુતરમાં દર્શાવ્યા મુજબ કલેકટર કચેરી ધ્વારા મંજૂર થયેલા ઇન્જેકશનો ખાનગી હોસ્પિટલના અધિકૃત કરેલ પ્રતિનિધિ સિવિલ હોસ્પિટલમાં જઇને મેળવી શકે છે.


જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ જિલ્લાના નાગરિકોને એક સંદેશ આપતા જણાવ્યું હતું કેસરકાર અને પ્રજાજનોના સહિયારા પ્રયાસોથી જ કોરોનાની મહામારી સામે જંગ જીતી શકીશું.રેમડિસીવર ઇન્જેકશનની જરૂરીઆતમંદ લોકોને ફાળવણી કરવામાં આવી રહી છે જે મુજબ કલેકટરકચેરી ધ્વારા જિલ્લાની એમપેનલ કરેલ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ઇન્જેકશન મળી રહી તેમાટેની સુદઢ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલોને જોઇતા ઇન્જેકશનો માટે કલેકટર કચેરીનેજણાવેલ ઇમેઇલ કરવાથી તેઓને જરૂરીઆત મુજબના ઇન્જેકશનોની ફાળવણી કરવામાં આવશે.

ઇ- મેઇલ મળયા બાદ મંજૂર થયેલા ઇન્જેકશનો સિવિલ હોસ્પિટલના માધ્યમથી મળી શકાશે. જેથીખાનગી હોસ્પિટલો સહકાર આપે તે જરૂરી છે. જે કોઇ દર્દીના સ્વજનોએ સીવીલ હોસ્પિટલ ખાતેઆવવાની જરૂર નથી આ બાબતે પણ જરૂરી સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.વધુમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન અને પ્રોટોકોલ પ્રમાણે દર્દીના સારવાર માટે રેમડિસીવર ઇન્જેકશન આપવાના રહેશે. ઇન્જેકશન મેળવવા માટે જે હોસ્પિટલમાં દર્દી દાખલ હોય તે ડોકટરની
ભલામણ સાથે, દર્દીનું આધારકાર્ડ,દર્દીનું પુરું નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગત, તથાદર્દીનો RTPCR રીપોર્ટની નકલ ઇમેઇલમાં મોકલવાની રહેશે. અત્રે એ ખાસ ધ્યાન આપવામાં આવેસારવાર માટેની સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું હોસ્પિટલ ધ્વારા ચુસ્ત અમલ કરવાનો રહેશે.

#Bharuch #Corona Virus #Bharuch Collector #Bharuch News #RTPCR ##remdesivir #MD Modia
Here are a few more articles:
Read the Next Article