ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીની સુવિધા વધુ સુદૃઢ બનાવવા અને ચાલી રહેલા વિકાસકામોની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જલ જીવન મિશન – નલ સે જલ” અને “ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ કાર્યક્રમ હેઠળ પ્રગતિ હેઠળના યોજનાકીય કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. અને તમામ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થાય એ બાબતે અધ્યસ્થાનેથી વિશેષ ભાર મુકી પ્રગતિ હેઠળના કામો અને નવા કામો માટે સાઈડ પર થતી કામગીરી માટે માલસામાન અને સિવિલ વર્ક માટે ક્રોસચેકીંગ કરી ગુણવત્તા જળવાય રહે તે માટે વિશેષ કાળજી રાખવા અધ્યસ્થાનેથી સૂચનો આપ્યા હતા.

ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણીની કામગીરીમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) અને સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG)ને સાંકળીને કામગીરી સુદૃઢ બનાવવા સમીક્ષા કરાઈ હતી. સરકારના પરિપત્ર મુજબ તાલુરાદીઠ તમામને ટ્રેનિંગ પૂરી પાડવા અધ્યસ્થાનેથી જણાવ્યું હતું. કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ યોજનાકીય કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા અને ગ્રામજનોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.