ભરૂચ : કોરોનામાં આ ફળનું સેવન તમને મદદરૂપ થઇ શકે છે, જુઓ કયું છે ફળ

New Update
ભરૂચ : કોરોનામાં આ ફળનું સેવન તમને મદદરૂપ થઇ શકે છે, જુઓ કયું છે ફળ

સાંપ્રત સમયમાં ચાલી રહેલાં કોરોના વાયરસના વાવર વચ્ચે લોકો રોગ પ્રતિકારક શકિત વધારવા પર ભાર મુકી રહયાં છે ત્યારે કોઠાના સેવનથી કફ સહિતની બિમારી દુર થતી હોવાની વિગતો સપાટી પર આવી છે.

કોઠું નામ સાંભળતાની સાથેજ લોકો ના મોઢા માં પાણી આવીજતું હોઈ છે.... તે કોઠાને સંસ્કૃતમાં ‘કપીત્થ’ કહે છે. કપી એટલે વાંદરાં. એને તેઓ ને કોઠાં બહુ ભાવે છે. આથી  એનું નામ કપીત્થ પડેલું છે... કાચું કોઠું કંઠ માટે હીતકર છે. ગ્રાહી, કફ, તથા વીષનાશક અને વાયુકારક છે. પાકું કોઠું મધુર, ખાટું તથા સુગંધી હોવાથી રુચીકારક, દોષનાશક, વીષનાશક, ગ્રાહી, ભારે, કંઠને સાફ કરનાર, પૌષ્ટીક તથા કફ, વાયુ શ્વાસ, ખાંસી, અરુચી અને તૃષા-તરસને મટાડે છે.

 કોઠાના ગર્ભમાં સાઈટ્રીક એસીડ અને રાખમાં જવખાર, કેલ્શીયમ અને લોહનો ક્ષાર હોય છે. એ દહીંના જેવા ગુણવાળું હોવાથી એને દધીફલ પણ કહે છે. એ અતીસાર, સંગ્રહણી અને રક્તાર્શમાં ઉપયોગી છે.કોઠામાં આદુ, મરચું, કોથમીર, ફુદીનો, ગોળ વગેરે નાખી બનાવેલી ચટણી જમવાના એકાદ કલાક પહેલાં જરા જરા ચાટીને ખાવાથી ખોરાક પરની અરુચી દુર થાય છે, અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.

કોઠા આમતો સ્વાદે ખાટુ હોય છે પણ એમા મસાલો તેમજ કલર વારી બનાવેલ લાલ ચાસણી થી. એના સ્વાદ મા ઘણો ફરક પડી જાય છે..ખાસ સ્ત્રી ઓ ને તો કોઠું દેખતા નીજ સાથે  મોઢા માં  પાણી આવી જતું હોય છે.. તેમજ નાના બાળકો ને પણ આ  અતી પ્રિય ફળ છે..હાલ કોઠા ના વેપારીઓ ને પણ લોકડાઉન માં સ્કૂલો બંધ હોવાના કારણે ધધામાં માર પડી રહ્યો છે.. 

Latest Stories