/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/26163645/WhatsApp-Image-2021-04-26-at-16.31.23.jpeg)
ભરૂચ સહિત અન્ય જિલ્લામાંથી કોરોનાની સારવાર લેવા વડોદરા જતા દર્દીઓની સંખ્યા વધુ જણાઈ છે તેની સાથે ભરૂચ થી વડોદરા જતા કોરોના પોઝિટિવ દર્દીઓને ત્યાં બેડ મળતા નથી જેથી હાડમારીમાં વધારો થાય છે, જે ન થાય તે માટે વડોદરા ખાતેની હોસ્પિટલની સહમતી મળ્યા બાદ જ વડોદરા દર્દીને લઈ જવા માટે ભરૂચ જિલ્લા કલેકટર ડો.એમ ડી મોડિયાએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ મારફતે હોસ્પિટલોને જાણ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પીટલોમાં હાલ કોવિડ–19ના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોવિડ–19ના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી વડોદરા ખાતેની હોસ્પીટલમાં રીફર કરવામાં આવે છે. હાલની સ્થિતીએ ઓકિસજન બેડ અને હાઈ ડીપેડન્સી બેડ ઉપલબ્ધતાની વિગતો ધ્યાને લેતાં દર્દીને હેરાન ન થવું પડે અને બેડ ખાલી હોય તેવા કિસ્સામાં રેફરલ થાય તે અત્યંત જરૂરી છે. આ બાબતે સચિવ, શિક્ષણ અને કોવિડ–19 માટે વડોદરા ખાતે નિયુકત ખાસ ફરજ પરના અધિકારી દ્વારા યોજાયેલ વીડીયો કોન્ફરન્સમાં આપેલ સૂચના મુજબ વડોદરા ખાતે દર્દીઓ રેફરલ માટે રાઉન્ડ ધી કલોક કોવિડ–19 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જે સંપર્ક માટેનો ટોલ ફ્રી નંબર ૧૪૪૨૦ છે. જે ધ્યાને લઈ હવેથી કોઈપણ દર્દીને વડોદરા ખાતે રીફર કરવા માટે આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરી જરૂરી વિગતો આપી કંટ્રોલ રૂમ મારફતે માહીતી મેળવી ત્યાંથી કન્ફર્મેશન મળ્યા બાદ દદીને રીફર કરવાના રહેશે. કંટ્રોલરૂમના કન્ફર્મેશન વગર દર્દીને વડોદરા રીફર કરવામાં આવે અને દર્દીને હાલાકી ભોગવવાની થાય તેવા કિસ્સામાં સંપૂર્ણપણે જવાબદારી હોસ્પીટલ મેનેજમેન્ટની રહેશે એમ પણ જણાવાયું છે.