ભરૂચ : કોરોના વોરિયર્સ એવા એસ.ટી. કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે સરકારના આંખ આડા કાન, જાણો સમગ્ર મામલો..!

ભરૂચ : કોરોના વોરિયર્સ એવા એસ.ટી. કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે સરકારના આંખ આડા કાન, જાણો સમગ્ર મામલો..!
New Update

ગુજરાત રાજ્ય પરિવહન નિગમને બચાવવા તેમજ એસ.ટી. કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને ભરૂચ જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા રાષ્ટ્રીય વ્યાપી આંદોલનના ભાગરૂપે શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત એસ.ટી. ડેપો ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય પરિવહન નિગમને બચાવવા, સાતમા પગારપંચમાં નવા કર્મચારીઓના ફિક્સ પગાર સામે વિરોધ, ડ્રાઈવર અને કંડક્ટરને મળતા ગ્રેડ-પેમાં વધારો કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને ભરૂચ જિલ્લા ભારતીય મઝદુર સંઘના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.

હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઇન મુજબ ભારતીય મઝદુર સંઘના તમામ સભ્યોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કર્યું હતું. જોકે કોરોનાના કપરા સમયે એસ.ટી. વિભાગ દ્વારા જ સરકારને મદદરૂપ થઈ લોકોની સેવા કરવામાં આવી હતી, ત્યારે હવે એસ.ટી. કર્મચારીઓના પડતર પ્રશ્ને સરકાર દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી ભરૂચ જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

#Bharuch #Connect Gujarat #GSRTC #Gujarat GSRTC #Corona Warriors #ST Employee #Bharuch Bhartiy Majdoor Sangh
Here are a few more articles:
Read the Next Article