અમદાવાદ NCB એ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી 12 ઓક્ટોબર 2019 ના રોજ 4 કિલો ગાંજા સાથે મહિલાને ઝડપી પાડી હતી. અંકલેશ્વરના ચૌટાબજારમાં રહેતી 40 વર્ષીય શરીનબાનુ ગફાર મલેક દિલ્હીથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ચરસનો જથ્થો લઈ આવી હતી. દાદાભાઈ બાગ પાસે આ ચરસનો જથ્થો લેવા આવેલા અમદાવાદ દરિયાપુરના 48 વર્ષીય ફિરોઝખાન ઇબ્રાહિમખાન પઠાણને પણ પકડી લઈ ચાર્જસશિટ દાખલ કરાઈ હતી.
NDPSનો આ કેસ ભરૂચના પાંચમા એડિશનલ સેશન્સ અને સ્પેશ્યલ NDPS જજ પિંકલ સોનીની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે સરકારી વકીલ પી.બી. પંડ્યાએ દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા.ભરૂચ સ્પેશ્યલ NDPS કોર્ટે સમાજ વિરોધી આ ગંભીર ગુનામાં મહિલા અને પુરૂષને 3 ગણી કોમર્શિયલ કોન્ટીટી ધ્યાને લઇ 15 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત સજાનો હુકમ કર્યો હતો. જોકે જે તે સમયે NDPS ના કેસમાં સાબરમતી જેલમાં રહેલા દિલ્હીના સહીદુલ હબીબુલ રહેમાનને જથ્થો આપવાના આ કેસમાં પુરાવાના અભાવે નર્દોષ છોડાયો હતો.
