/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/24180036/097e7344-8569-4847-9fbe-efff9624f653.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે મેવાત ગેંગનો રીઢો ગુનેગાર અંકલેશ્વર ઓદ્યોગીક વસાહત વિસ્તારમાં આવેલો છે જેના આધારે પોલીસે ઓપરેશન હાથ ધરી કુખ્યાત આરોપી અલીમ ઉર્ફે બબ્બુ મેઉની ધરપકડ કરી હતી.
આરોપીની ધરપકડ બાદ તપાસ કરાતા તેણે હરિયાણા,રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી લૂંટ અને ધાડના અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી મૂળ હરિયાણાના મેવાતનો રહેવાસી છે અને અનેક ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. આ અંગેની જાણ હરિયાણા પોલીસને કરાતા ક્રાઇમ બ્રાન્ચની ટિમ ભરૂચ પહોંચી હતી તેઓના જણાવ્યા અનુસાર આરોપી વિવિધ રાજ્યના 35થી વધુ ગુનાઓમાં વોંટેડ છે.
વર્ષ 2016માં હરિયાણાના મેવાત ખાતે જુથ અથડામણ થઈ હતી જેમાં 36 લોકોને ગોળી વાગતા ઇજાગ્રસત થયા જેમાં ઝડપાયેલ આરોપી પણ ઘવાયેલ હતો. આરોપી ગુનાઓણે અંજામ કેવી રીતે આપતો હતો એના પર નજર કરીયે તો તે ટ્રક ડ્રાઇવિંગ કરી વિવિધ રાજયમાં પહોંચે છે અને જે તે વિસ્તારની ભોગોલિક પરિસ્થિતિથી માહિતગાર થયા બાદ ગેંગના અન્ય સભ્યો સાથે મળી ચોરી લૂંટ અને ધાડ સહિતના ગુનાઓને અંજામ આપે છે. ભરૂચ પોલીસે આરોપીનો કબ્જો હરિયાણા પોલીસને સોંપ્યો છે ત્યારે ભરૂચ પોલીસને રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.