ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીની મધ્યપ્રદેશથી કરી ધરપકડ
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૬ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતો ફરતો આરોપી ગુરુચરણસિંહ રૂપસિંહ પટવા મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના કન્નોડ ખાતે રહે છે સમાચાર
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને માહિતી મળી હતી કે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૬ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતો ફરતો આરોપી ગુરુચરણસિંહ રૂપસિંહ પટવા મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના કન્નોડ ખાતે રહે છે જેથી એલ.સી.બી. ટીમને તાત્કાલિક મધ્યપ્રદેશ ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવી હતી અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા કન્નોડ તાલુકાના કાલાપાટા ખાતે વોચ કરી, ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી સચોટ માહિતી એકત્રિત કરી, છેલ્લા ૨૦ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભરૂચ લાવવામાં આવ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
