ભરૂચ એલસીબીએ અંકલેશ્વર તાલુકાના શક્કરપોર ગામના ઉગમણા ફળિયામાંથી જુના દીવા ગામના બુટલેગરની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના શક્કરપુર ગામના ઉગમણા ફળિયામાં જુના દીવા ગામના બુટલેગર જયેશ વસાવાએ ઇક્કો કાર નંબર-જી.જે 16.સીએચ.5575માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા..
પોલીસે સ્થળ પરથી બાતમી વાળી ઇકકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36 હજારનો દારૂ અને 3 ઇકકો મળી કુલ 3.36 લાખનો મુદ્દા માલ કબજે કરી બુટલેગર જયેશ વસાવાને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
